વિધાનસભા ચૂંટણીમાં કલોલમાં બળદેવજી ઠાકોર વન મેન આર્મી
આગામી છ માસની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. તમામ પક્ષ પોતપોતાની રીતે ઉમેદવારો પસંદ કરી રહ્યો છે. કલોલમાં સ્થિતિ ઘણી રસપ્રદ બનવાની છે. ટિકિટ માટે કલોલ ભાજપમાં ભલે વિખવાદ ચાલી રહ્યો હોય પણ કોંગ્રેસમાં વન મેન આર્મી બળદેવજી ઠાકોર છે. કોંગ્રેસનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ ખુદ બળદેવજી ઠાકોર છે અને સૌ તેમના નામ પર સંમત જ છે જેને લઈને કોંગ્રેસના કાર્યકરો બમણા જોરથી મહેનત કરી રહ્યા છે.
કલોલમાં બળદેવજી ઠાકોરને હરાવવા ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે પણ ધારાસભ્ય તેમની સુઝબુઝ અને કુનેહથી ભાજપની તમામ ચાલ નિષ્ફ્ળ સાબિત કરી રહ્યા હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. ભાજપમાં એકબાજુ ટિકિટ માટે કમઠાણ ચાલે ત્યારે કોંગ્રેસે વિધાનસભા લડવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે.
કલોલ એક જ નામ કાફી છે અને તે છે બળદેવજી ઠાકોર. સમય આવે તેમના વિરોધી પણ ઠાકોરના સમર્થનમાં આવી જશે. આ સંજોગો જોતા ચૂંટણી રસપ્રદ બનવાના એંધાણ છે. પોતાના મતવિસ્તારમાં સતત એક્ટિવ રહેતા અને કલોલના પ્રશ્નો વિધાનસભામાં સતત ઉઠાવતા બળદેવજી ઠાકોરની લોકપ્રિયતા વધતી જ જાય છે. કલોલમાં કોઈપણ સમસ્યા હોય તેનો ઉકેલ લાવવા સદાય તત્પર રહેતા બળદેવજી ઠાકોરે રેલવે પૂર્વના પાયા પ્રશ્નો માટે ઘણું જ કામ કર્યું છે. વિધાનસભા ચૂંટણી જાહેર થયા અગાઉ ઠાકોર ભુવન પણ સમાજ માટે ખુલ્લું મૂકી દેવામાં આવનાર છે.
કોરોના સમયે લોકોને જે તકલીફ પડી તેનો ઉકેલ લાવવા બળદેવજી ઠાકોર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ પણ કરાવ્યું છે તેમજ હોસ્પિટલો તેમજ સંસ્થાઓને મેડિકલ સાધનો તેમ એમ્બ્યુલન્સ પણ ભેટ કરીને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી અદા કરી છે.
હાર્દિક ભાજપમાં જોડાશે તો કોને થશે મસમોટો ફાયદો, કોંગ્રેસ રમશે જબરો દાવ
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
