કલોલ-કડીને પ્રદુષણમાંથી મુક્તિ અપાવવા બળદેવજી ઠાકોરની રજૂઆત 

કલોલ-કડીને પ્રદુષણમાંથી મુક્તિ અપાવવા બળદેવજી ઠાકોરની રજૂઆત 

Share On

કલોલ-કડીને પ્રદુષણમાંથી મુક્તિ અપાવવા રજૂઆત

કલોલ ના ધારસભ્ય બળદેવજી ઠાકોરે આજે વિધાનસભામાં ગુજરાતના વાર્ષિક બજેટમાં OBC સમાજોને થયેલ અન્યાય અંગે રજુઆત કરી. રાજ્ય સરકારનું વાર્ષિક બજેટ ₹2.43 લાખ કરોડનું છે. પરંતુ તેમાં OBC સમાજો માટે માત્ર 1.96% રકમની ફાળવણી કરવામાં આવી છે. OBC સમાજમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે.ત્યારે વસ્તિના ધોરણ મુજબ બજેટ ન ફાળવી અન્યાય કરવામાં આવ્યો છે.

વસ્તીના આધારે OBC સમાજની 27% અનામનતથી વસ્તીના ધોરણે 20% ટકા ઠાકોર-કોળી સમાજને ફાળવવા અને કોળી-ઠાકોર વિકાસ નિગમને ₹1500 કરોડની ફાળવણી કરવા માંગ કરી.

ઠાકોરે કલોલ-કડી આસપાસના વિસ્તારમાં પ્રદુષણની સમસ્યા અંગે સરકારનું ધ્યાન દોરી પ્રદુષણમાંથી મુક્તિ અપાવવા માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે આ બંને તાલુકાઓમાં પ્રદુષણનો પ્રશ્ન વિકટ બન્યો છે.

તેઓએ કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ કેસ પાછા ખેચવા સરકારે જે પહેલ કરી છે તે જ રીતે ઠાકોર સેના, દલિતો અને તેમજ બેરોજગાર યુવાનો સહિત આંદોલનો/રેલીઓ દરમિયાન થયેલ તમામ કેસો પાછા ખેચી લેવા જોઈએ.

કડી-કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

કલોલ સમાચાર