ડીસેમ્બરમાં 18 દિવસ બેન્કો બંધ રહેશે, જાણી લો તારીખ નહી તો પડશે તકલીફ

ડીસેમ્બરમાં 18 દિવસ બેન્કો બંધ રહેશે, જાણી લો તારીખ નહી તો પડશે તકલીફ

Share On

આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં દેશના વિવિધ ભાગોમાં 18 દિવસ સુધી બેંકો કામ કરશે નહીં. ડિસેમ્બરમાં 2 શનિવાર અને 5 રવિવારના કારણે બેંકોમાં કુલ 7 સાપ્તાહિક રજાઓ રહેશે. આ ઉપરાંત તહેવારોને કારણે વિવિધ ભાગોમાં વધુ 11 દિવસ બેંકો બંધ રહેશે. આ સિવાય ડિસેમ્બરમાં 6 દિવસની બેંક હડતાળ પણ રહેશે, જે દરમિયાન બેંકો બંધ રહી શકે છે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIEBA) એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ 4 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી અલગ-અલગ તારીખે હડતાળ પર જશે. આવી સ્થિતિમાં, ડિસેમ્બરમાં 6 દિવસની હડતાળના કારણે, વિવિધ બેંકોમાં અલગ-અલગ દિવસોમાં 6 દિવસ સુધી કામ પ્રભાવિત થઈ શકે છે.

 

ભારત સમાચાર