ફરવા જાઉં છે ? આ રહ્યા કલોલ આસપાસ ફરવાના બેસ્ટ લોકેશન
લોકો કહે છે કે કલોલ આસપાસ ફરવા માટે કોઈ સારી જગ્યા નથી. એક્ઝેટલી ઘણી જગ્યાઓ છે જે શોધવી પડે. આજે અમે કલોલ વાસીઓ માટે આવા જ અનોખા લોકેશન લઈને આવ્યા છીએ જે ફરવાની તમને મજા પડશે અને ખર્ચો પણ ઓછો થશે.
થોળ તળાવ :
કલોલથી એકદમ નજીક આવેલ થોળ તળાવ પીકનીક માટે બેસ્ટ છે. કલોલથી ખાત્રજ ચોકડી અને ત્યાંથી આગળ જતા થોળ પક્ષી અભ્યારણ નામનું બોર્ડ આવશે. બસ ત્યાંથી જ આ રમણીય સ્થળ શરૂ થાય છે. થોળ તળાવ થોળ ગામ નજીક આવેલું કૃત્રિમ તળાવ છે. તે સિંચાઇ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે.
૧૯૮૮માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં ૬૦ ટકા પાણીના પક્ષીઓ છે. ઘણાં સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા મૂકી છે. સુરખાબ અને સારસ એ આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે.આ વિસ્તારના પર્યાવરણને ૧૯૮૬ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે.
થોળ તળાવ એ ચોમાસાંની ઋતુથી શિયાળા સુધી પાણીના પક્ષીઓનું સરસ નિવાસસ્થાન ગણાય છે. અહીં ૧૫૦ જાતિના પક્ષીઓ જેમાં ૬૦ ટકા (૯૦ જાતિઓ) પાણીનાં પક્ષીઓ છે જેઓ મોટાભાગે શિયાળામાં નિવાસ કરે છે
ગટેહરા પક્ષી ક્ષેત્ર
કલોલથી માટે એક કિલોમીટર દૂર ગટેહરા પક્ષી ક્ષેત્ર આવેલ છે. કલોલને અડીને આવેલ હોવા છતાં આ સ્થળ કોઈએ જોયું નથી. અહીં શિયાળામાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે. ચારેબાજુ બાવળથી ઘેરાયેલ આ તળાવ સુંદર જગ્યા છે. શિયાળામાં ઘણા બર્ડ લવર્સ અહીં આવતા હોય છે. પલસાણા રોડથી ખોરજા પરા તરફ જવાના રોડ પર આ તળાવ આવેલ છે
કપિલેશ્વર મહાદેવ
કલોલમાં આવેલ આ મંદિર ખુબ જ મહિમા ધરાવે છે. અહીં દાર્શ ઉપરાંત બાળકોને રમવા માટે બગીચો પણ આવેલ છે. બાજુમાં વિશાળ તળાવ પણ બનાવાયું છે. વૃક્ષોને કારણે અહીં રમણીય નજારો પણ સર્જાય છે. કપિલેશ્વર મહાદેવ સાથે લોક માન્યતા જોડાયેલ છે કે અહીં પ્રાચીન કાળમાં કપીલ નામની એક ગાય આપમેળે દરરોજ શિવલિંગ ઉપર પોતાના આંચળના દુધનો અભિષેક કરતી હતી. ત્યારે લોક આસ્થા સાથે જોડાયેલ આ સ્થળનો વિકાસ થાય તો બહુ મોટુ પ્રવાસન ધામ બની શકે તેમ છે.આ મંદિરનું પૌરાણિક મહત્વ ઘણું છે.
છત્રાલની વાવ
છત્રાલમાં આવેલ મંદિર અને વાવ જોવાલાયક છે. વર્ષો અગાઉ આ વાવ બનાવવામાં આવી હતી. કલોલથી પાંચ કિલોમીટર દૂર આ વાવ આવેલ છે.
કલોલના રકનપુરમાંથી પકડાયેલ દારૂએ PSIનો ભોગ લીધો, નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા
અડાલજની વાવ
અડાલજની વાવ સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે. કલોલથી 15 કિલોમીટર દૂર અડાલજની વાવ આવેલ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ વાવ પાસે સુંદર મજાનો બગીચો પણ છે જેમાં બાળકોને મોજ પડી જશે.
આ ઉપરાંત કલોલ આસપાસ મીની અમરનાથ, સરિતા ઉદ્યાન,ઇન્દ્રોડા પાર્ક વગેરે ફરવાલાયક સ્થળો આવેલ છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
1 thought on “આજે વર્લ્ડ પિકનિક ડે ! આ રહ્યા કલોલ આસપાસ ફરવાના બેસ્ટ લોકેશન”