કલોલ શહેર પોલીસની મોટી સફળતા: બે વર્ષથી નાસતો ફરતો ચેઈન સ્નેચર ઝડપાયો

કલોલ શહેર પોલીસની મોટી સફળતા: બે વર્ષથી નાસતો ફરતો ચેઈન સ્નેચર ઝડપાયો

Share On

કલોલ શહેર પોલીસની મોટી સફળતા: બે વર્ષથી નાસતો ફરતો ચેઈન સ્નેચર ઝડપાયો

Story By Prashant Leuva 

કલોલ: ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ચેઈન સ્નેચિંગના ગુનામાં પોલીસને થાપ આપી નાસતા ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કલોલ શહેર પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે.

પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયો

કલોલ શહેર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો, ત્યારે પાંજરાપોળથી બોરીસણા ગરનાળા તરફ જવાના રસ્તા પર સ્મશાનની પાછળ એક યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા તે મહારાષ્ટ્રનો ૨૩ વર્ષીય દિપક લાલાભાઈ પરમાર હોવાનું ખુલ્યું હતું.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

ઝડપાયેલો આરોપી દિપક પરમાર માત્ર કલોલ જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. તેની સામે નોંધાયેલા ગુનાઓની વિગત નીચે મુજબ છે:

  • કલોલ શહેર: ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૪(૨) હેઠળનો ગુનો.

  • અમદાવાદ શહેર (શાહીબાગ): ચોરી (IPC ૩૭૯) નો ગુનો.

  • રાજકોટ શહેર: BNS ૩૦૩(૨) અને ચોરીના ગુના.

  • મહેસાણા (વિજાપુર): લૂંટ અને ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ.

  • અન્ય સ્થળો: અમદાવાદ ગ્રામ્ય (કણભા) અને પંચમહાલ (ગોધરા રેલ્વે) પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુના નોંધાયેલા છે.

     

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ચુડાસમા, પો.સબ.ઇન્સ. ડી.કે. ઠાકોર અને સર્વેલન્સ સ્કોડના અન્ય કર્મચારીઓ જોડાયા હતા. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ સમાચાર