કલોલ ના પાનસર નજીક બાઈક સ્લીપ થઈ જતા પાછળ બેસેલ મહિલાનું મોત

કલોલ ના પાનસર નજીક બાઈક સ્લીપ થઈ જતા પાછળ બેસેલ મહિલાનું મોત

Share On

બાઈક સ્લીપ થતા પુત્રનો આબાદ બચાવ માતા મોત ને ભેટયા…….

આજરોજ સવારે પાનસર નજીક બાઈક પર પુત્ર તેની માતાને લઈને શાકભાજી લેવા અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન એકા-એક બાઈક સ્લીપ થઈ જતા પાછળ બેસેલ માતાને શરીર પર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ પામી હતી. મળેલ વિગતો મુજબ ઝુલાસણમાં રહેતા વિશાલભાઈ દંતાણી તેમજ તેમની માતા કૈલાશબેન દંતાણી આજરોજ સવારે બાઈક પર શાકભાજી લેવા અર્થે જઈ રહ્યા હતા.

તે દરમિયાન પાનસર નજીક પહોંચતા બાઈક ચાલક વિશાલ ભાઈએ બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક એકા એક સ્લીપ થઈ ગયું હતું. જેથી માતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા. જેમાં માતા કૈલાસબેન ને શરીર પર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ તેઓ મૃત્યુ પામ્યા હતા.

બનાવને પગલે ઘટના સ્થળ પર લોક ટોળું એકત્ર થઈ ગયું હતું,તેમજ એમ્બ્યુલન્સ મારફતે મૃતક ની લાશને પોસ્ટમોર્ટમ અર્થે કલોલ ની સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.

કલોલ સમાચાર