પતંગની દોરી પક્ષીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે ….
ગઈકાલની સવારે જીવ દયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટને કોલ દ્વારા માહિતી મળી હતી કે પાનસર ગામ ખાતે એક કાંગલું પ્રજાતિનું પક્ષી વીજ પ્રવાહ પસાર થતા વાયર માં પતંગની દોરી ને કારણે ફસાઈ ગયું છે, માહિતી મળતાની સાથે જીવ દયા પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ પાનસર ગામે પહોંચ્યું હતું.
તેમજ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડને જાણ કરીને થોડાક સમય માટે વીજ પ્રવાહને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પક્ષીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું હતું.