કલોલ ના મોટી ભોયણ ખાતે આવેલ શાળા નંબર એક અને બે ના વિદ્યાર્થીઓ ઉતરાયણ પર્વ માં રસ્તા પર પડેલી દોરી એકત્ર કરશે……..
કલોલમાં ભાવના સેવા કુંભ તરફથી પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એમાં ભોયણ મોટી ખાતે આવેલ શાળા નંબર 1 અને 2 ના વિદ્યાર્થીઓ પણ ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓને બચાવવા માટે રોડ રસ્તા પર પડેલી દોરી એકત્ર કરશે. તેમજ ચાઈના દોરીનો ઉપયોગ ના કરવા પર લોકોને અપીલ પણ કરશે.
ઉતરાયણ તહેવાર ના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાવના સેવા કુંભ દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી ભોયણ ખાતે આવેલ શાળા નંબર એક અને બે ના વિદ્યાર્થીઓ ઉતરાયણ તહેવાર દરમિયાન રોડ રસ્તા ઉપર પડેલી પક્ષીઓ માટે ઘાતકી સાબિત થતી એવી દોરીને એકત્રિત કરશે. તેમજ ચાઈના દોરી પર પ્રતિબંધ છે તેની જાગૃતિ કેળવાય તે હેતુથી લોકજાગૃતિનું કામ પણ કરશે.
ઉતરાયણ પર્વ એ પક્ષીઓ માટે અત્યંત ઘાતકી સાબિત થતો હોય છે, અવારનવાર દોરીથી કપાઈને પક્ષીઓનું મૃત્યુ પણ થતું હોય છે. જેથી કરીને ભાવના કુંભ દ્વારા આ વખતે ઉતરાયણ દરમિયાન પક્ષીઓનો જીવ બચાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં મોટી ભોયણ ની મા આવેલ શાળા નંબર એક અને બે ના વિદ્યાર્થીઓ પણ સહભાગી થઈ રોડ રસ્તા પર પડેલ દોરી એકત્ર કરી ને પક્ષીઓ ના જીવ બચાવવા નું પવિત્ર કાર્ય કરશે.