સામાજિક કાર્યકરે સેવાકીય કાર્ય કરીને જન્મ દિવસ ઉજવ્યો
કલોલમાં રહેતાં અને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મંત્રી નિલેશભાઈ આચાર્ય એ આજે તેમના જન્મ દિવસ નિમિત્તે ૨૧ મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું અને કલોલ પૂર્વમાં આવેલ જ્યોતિબા ફૂલે લાઇબ્રેરી માં પુસ્તકો આપ્યા હતા તેમજ ગોલ્ડન હાઇસ્કૂલમાં વૃક્ષા રોપણ કર્યું હતું આમ નિલેશભાઈ પોતાના જન્મ દિવસ નિમિત્તે સેવાકીય કાર્ય કરવાનું કદાપિ ભૂલતા નથી એમનાં સેવા કાર્યોમાંથી પ્રેરણા લઈ કેટલાંય લોકો પોતાના જન્મ દિવસ નિમિત્તે સેવા કાર્ય કરતાં હોય છે.