કલોલના ગોલથરામાં ભાજપના ઉમેદવારની સભા યોજાઈ

કલોલના ગોલથરામાં ભાજપના ઉમેદવારની સભા યોજાઈ

Share On

કલોલ તાલુકામાં રાજકારણ ગરમાયુ હોય તેમ જોવા મળી રહ્યું છે….

કલોલ તાલુકામાં રાજકારણ ગરમાયુ હોય તેમ જોવા મળી રહ્યું છે. ગઈકાલ રોજ ભાજપ પક્ષ દ્વારા ગોલથરા ગામમાં સભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી, તેમજ 38 કલોલ વિધાનસભાના ભાજપ પક્ષના ઉમેદવાર બકાજી ઠાકોર દ્વારા ગામના વિકાસ અર્થે ભાજપ પક્ષને ચૂંટવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનો ગઢ તરીકે ઉભરી આવેલું ગોલથરા ગામના 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ પક્ષને છોડીને કલોલ વિધાનસભાના ઉમેદવાર બકાજી ઠાકોર ની હાજરીમાં ભાજપ પક્ષમાં જોડાયા હતા, જેથી આ વખતે ચૂંટણીમાં કંઈક અલગ જ પરિણામ આવે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે….

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કલોલ 38 વિધાનસભાના ગોલથરા ગામમાં ગત ચૂંટણીમાં 4200 મતદાર હતા. જેમાં કોંગ્રેસને 3250 અને ભાજપ ને માત્ર 320 મત મળ્યા હતા. ત્યારે આ વખતે 4560 જેટલા મતદારો મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિશેષ વિકાસના કાર્યોથી તેમજ કોંગ્રેસની કામગીરીથી અસંતુષ્ટ થયેલા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપ પક્ષના ઉમેદવાર બકાજી ઠાકોરની હાજરીમાં ભાજપમા જોડાઈ રહ્યા છે, જેથી આ વખતે ગોલથરા ગામ ચૂંટણીનું પરિણામ કંઈક અલગ લાવી શકે તો નવાઈ નહીં….

કલોલ સમાચાર