કલોલ શહેર – તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ 

કલોલ શહેર – તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ 

Share On

કલોલ શહેર – તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ

Story BY પ્રશાંત લેઉવા 

 

કલોલ : ગાંધીનગર જિલ્લાના માણસા અને દેહગામ તાલુકા શહેર પ્રમુખોની નિમણૂક થઈ ગયા બાદ આખરે સૌથી છેલ્લે કલોલ શહેર ભાજપ અને તાલુકા ભાજપના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જોકે આ નિમણૂકથી કલોલ ભાજપ પક્ષની અંદર અસંતોષનું વાતાવરણ ખડું થયું છે તેમ કાર્યકરો જણાવી રહ્યા છે.

 

શહેર ભાજપ પ્રમુખ તરીકે જીતેન્દ્ર પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભાર્ગવ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને પગલે પ્રમુખ પદની રેસમાં રહેલા દાવેદારોની મનની મનમાં રહી જવા પામી છે. હાઈ કમાન્ડે ભાજપ સંગઠન ઉપર માણસો જાણે ઠોકી બેસાડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

કલોલ શહેર ભાજપ પ્રમુખ તરીકે પોતાના માણસને સેટ કરવા માટે બે જૂથો પડી ગયા હતા જેમાંથી એક જૂથના વ્યક્તિને શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવતા કચવાટ ફેલાયો છે. આગામી સમયમાં વડનગર ઉપલેટા અને ધનસુરામાં ભાજપે નિમણૂક કરેલ પ્રમુખ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો તેવી સ્થિતિ થાય તો નવાઈ નહીં તેઓ ભાજપના કાર્યકરોમાં ગણગણાટ વ્યાપ્યો છે.

કલોલ સમાચાર