કલોલ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વોક ફોર પીસ કાર્યક્રમ યોજાયો
પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય કલોલ દ્વારા Y ૨૦ પ્રોજેક્ટ ના અનુક્રમે વોક ફોર પીસ (રેલી) નું આયોજન કરાયું જેમાં કલોલ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ના લોકો મોટી સંખ્યા મા જોડાયા.
વિશ્વની શ્રેષ્ઠ અર્થ વ્યવસ્થાના ૨૦ દેશોના સમૂહ G ૨૦ માં ભારત નો પણ સમાવેશ થયો છે જેના અંતર્ગત અનેક સંસ્થા ઓ જોડાયેલ છે જેમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પણ Y ૨૦ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં યુવાનો ના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સંબંધી અનેક કાર્યક્રમ યોજાય છે.
આ આધુનિક યુગમાં વ્યક્તિ નું મન અશાંત, પરિવાર પણ અશાંત અને દેશમાં પણ અશાંતિ જોવા મળે છે ત્યારે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શાંતિના વાયબ્રન્ટ દ્વારા શાંતિ સંદેશ આપવા કલોલ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વખારિયા નગરથી કલોલ ના ૪-૫ કિલોમીટર નો વોક ફોર પીસ (રેલી) નું આયોજન કરાયું હતું.
કલોલમાં ટાવરથી નંદલાલ ચોકનો માર્ગ અતિશય બિસ્માર,રીપેર કરવા માંગ