કલોલમાં ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કલોલમાં ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કલોલ રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાનું વિવિધ સંગઠનો તેમજ રાજકીય પક્ષો દ્વારા સ્વાગત કરાયું હતું.કલોલ : કલોલમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ નિમિત્તે તેમના ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ઉજવણી ન થઈ શકવાથી આ વખતે સિંધી સમાજ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભજન-કીર્તન સાથે નીકળેલી શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. દર વર્ષની પરંપરા મુજબ ભગવાન ઝુલેલાલની 1072મી જયંતી ચેટીચાંદ પર્વ નિમિતે સિંધી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત ચેટીચાંદ ના પવિત્ર દિવસે કલોલમાં આવેલ ઝુલેલાલ સાહેબના મંદિરો ઝુલેલાલ ભગવાનના દર્શન માટે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.શહેરમાં આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કલોલમાં કોંગ્રેસ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કલોલના ધારાસભ્ય સ્વાગત કરીને મનમુકીને નાચી ઉઠ્યા હતા. આ પ્રસંગે કલોલ શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ભાજપ દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
