ખૂની બંગલા ચાર રસ્તે છાસ વિતરણનું આયોજન
કલોલ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે ખૂની બંગલા ચાર રસ્તે છાસ વિતરણનું આયોજન કરાયું હતું. ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકોને ઠંડી છાસ પીવડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રાજીવ ગાંધી (૨૦ ઓગસ્ટ, ૧૯૪૪ – ૨૧ મે ૧૯૯૧) એક ભારતીય રાજકારણી હતા, જેમણે ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના માતા, વડા પ્રધાન ઈન્દિરા ગાંધી, ૪૦ વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ગાંધી રાજકીય રીતે શક્તિશાળી નેહરુ-ગાંધી પરિવારનો હિસ્સો હતા, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ