છત્રાલ કલોલ હાઇવે અકસ્માતનું હબ….
છત્રાલ કલોલ હાઇવે અકસ્માતનું હબ બની ગયું હોય તેમ અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આજ રોજ સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં કામ કરતા અરવિંદભાઈ સોમાભાઈ સોલંકી પોતાનું એકટીવા લઈને નિત્યક્રમ મુજબ જોબ જવા નીકળ્યા હતા.તે દરમિયાન ડેનિશ કંપનીની નજીક માન સરોવર સોસાયટી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ બાઈક દ્વારા અરવિંદભાઈ ના એકટીવા ને ધડાકા ભેર ટક્કર વાગતા અરવિંદભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટના સ્થળે જ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
ઘટનાની જાણ ટોલ એમ્બ્યુલન્સને થતા એમ્બ્યુલન્સના પાયલોટ કલ્પેશ પટેલ, પેરામેડીક સની વાઘેલા તેમજ નિકુંજ ચાવડા ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક તેમજ ઘાયલ ઈસમને કલોલ સીએચસી સેન્ટર ખાતે લઈ આવ્યા હતા.
જેમા ઘાયલ થયેલ હર્ષિલ પટેલ નામના યુવકની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે કલોલ ની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.