કલોલની મહેન્દ્રમિલની ચાલીમાં વધુ એક કેસ, વૃદ્ધા કોલેરાગ્રસ્ત બનતા સર્વેલન્સ તેજ
BY પ્રશાંત લેઉવા
કલોલ : કલોલમાં કોલેરાનો વધુ એક કેસ સામે આવ્યો છે. કલોલની મહેન્દ્ર મિલની ચાલીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધા કોલેરાગ્રસ્ત બનતા સારવાર આપવામાં આવી રહી છે. શહેરમાં તાજેતરમાં જ ગાયોના ટેકરા સહિતના વિસ્તારમાં ચાર કેસ સામે આવ્યા હતા. જેને પગલે કલોલમાં કલેક્ટર દોડી આવ્યા હતા.
આ અગાઉ શહેરના મટવા કુવા વિસ્તાર તેમજ રેલ્વે પૂર્વ વિસ્તારમાં બે વખત કોલેરા ફાટી નીકળ્યો હતો. જેમાં છ લોકોના મૃત્યુ થયા હતા. કલોલ નગરપાલિકા દ્વારા નિર્દોષ લોકોના મોત બાદ પણ જાગી નથી. પાલિકાનો હોતા હૈ,ચલતા હૈ ની નીતિને કારણે શહેરીજનો રોગોનો ભોગ બનવું પડી રહ્યું છે.
કોલેરાથી બચવા માટે શું કરવું ?
નેશનલ હેલ્થ પોર્ટલના એક રિપોર્ટ અનુસાર અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગર સાબિત થઇ શકે છે. જેમાં ખૂબ પાણી પીવાથી કોલેરાથી છૂટકારો મેળવી શકાય છે. તો કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ સૌથી સારા ઘરેલૂં ઉપાયોમાંથી એક છે, જે કોલેરાથી બચાવી શકે છે.આ સિવાય લગભગ 3 લીટર પાણીમાં લવિંગ નાખીને ઉકાળી લો. આ મિશ્રણને દર થોડા કલાકોમાં પીવો. આ કોલેરા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે.પાણી અને તુલસીના પાનનું મિશ્રણ પીવાથી પણ કોલેરાથી સાજા થઇ શકાય છે. આ સિવાય છાશ પીવો. તેમાં થોડું સિંધવ મીઠું અને જીરૂ નાખો. તે પણ કોલેરામાં ફાયદાકારક સાબિત થશે.