અંબિકા ખાતે થયેલ અકસ્માતમાં મૃતકો-ઇજાગ્રસ્તોને વળતર ચૂકવાયું

અંબિકા ખાતે થયેલ અકસ્માતમાં મૃતકો-ઇજાગ્રસ્તોને વળતર ચૂકવાયું

Share On

અંબિકા ખાતે થયેલ અકસ્માતમાં મૃતકો-ઇજાગ્રસ્તોને વળતર ચૂકવાયું


કલોલના અંબિકાનગર બસ સ્ટેન્ડ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. મુસાફરોને લેવા માટે એસટી બસ ઉભી રહી હતી ત્યારે પાછળથી પુરઝડપે આવતી ખાનગી લક્ઝરી બસના ચાલકે તેને ટક્કર મારતા નીચે ઉભા રહેલા મુસાફરો રેલીંગ અને બસ વચ્ચે ચગદાઈ ગયા હતા. અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિઓને ઈજા થઈ હતી. અકસ્માતને પગલે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને તેમજ ઇજાગ્રસ્તોને સહાય રકમની ચુકવણી કરવામાં આવી છે. મૃતકોના વારસદારોને ચાર-ચાર લાખ રૂપિયા તેમજ ઘાયલોને પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. એક માસ અગાઉ સર્જાયેલ અકસ્માતમાં કુલ છ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે સાત વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

કલોલ શહેર -તાલુકામાં વાહનચોરીના બે બનાવો નોંધાયા 

 

કલોલ સમાચાર