કલોલ મામલતદાર કચેરી આગળ કોંગ્રેસે ધરણા યોજ્યા

કલોલ મામલતદાર કચેરી આગળ કોંગ્રેસે ધરણા યોજ્યા

Share On

કલોલ મામલતદાર કચેરી આગળ કોંગ્રેસે ધરણા યોજ્યા

કલોલ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. ઇડી દ્વારા રાહુલ ગાંધીની સતત પાંચ દિવસથી પૂછપરછ કરવામાં આવી રહી છે,તેમને ખોટી રીતે હેરાન કરવામા આવી રહ્યા હોવાથી કોંગ્રેસ દ્વારા ધરણા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે કલોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા પ્રમુખ,જિલ્લા પ્રમુખ, વિપક્ષ નેતા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.

 નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે પાંચમાં દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની 10 કલાકથી વધુ પૂછપરછ કરી. રાહુલ ગાંધીની પાંચ દિવસમાં અત્યાર સુધીમાં 50 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે જે દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
કલોલ ચૂંટણીને લઈને અનેક રસપ્રદ લેખ અહીં મુકવામાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર