ગોલથરામાં ભાજપનો દાવ ઊંધો પડ્યો ……
કલોલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર હાલ ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે. દરેક ગામડામાં તેમને પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છેમ કલોલના ગોલથરા ગામે આજે તેમની યોજાયેલી જનસભામાં બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બળદેવજી ઠાકોરનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે ગઈકાલે ભાજપે પણ ગોલથરામાં સભા નું આયોજન કર્યું હતું અને તેમાં દાવો કર્યો હતો કે સો જેટલા કાર્યકરો જોડાયા છે.તે સંજોગોમાં કોંગ્રેસની આટલી વિશાળ જનસભા જોઈને તેમના દાવા પોકળ નીકળ્યા છે.ગોલથરામાં ભાજપે વચનની લ્હાણી કરી મત મેળવવાનો દાવ રમ્યો તે ઊંધો પડ્યો છે. ભાજપે 2 કરોડની ગ્રાન્ટની વાત કરી હતી સામે પક્ષે બળદેવજી ઠાકોરે 25 કરોડના કામ કર્યા હોવાનું જણાવ્યું હતું. ગોલથરા ગામે બળદેવજીની સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બતાવ્યું છે કે તે કોંગ્રેસ સાથે જ છે. આ સભામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના હોદ્દેદારોએ ગ્રામજનોને બળદેવજી ને મત આપવા અપીલ કરી હતી.