કોંગ્રસ શાસિત કલોલ તાલુકા પંચાયતનું બજેટ મંજુર,જાણો કેવા વિકાસ કાર્યો થશે   

કોંગ્રસ શાસિત કલોલ તાલુકા પંચાયતનું બજેટ મંજુર,જાણો કેવા વિકાસ કાર્યો થશે   

Share On

કલોલ તાલુકા પંચાયતનું બજેટ મંજુર

કલોલ તાલુકા પંચાયતનું સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ધુળાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ તેમાં કલોલ તાલુકા પંચાયત નું સને – ૨૦૨૨–૨૩ નું વિકાસલક્ષી અને લોકાભીમુખ અંદાજપત્ર સર્વાનુમતે / તુતીથી મંજુર કરવામાં આવ્યું. આ બેઠક વર્ષ – ૨૦૨૨–૨૩ ના બજેટ માં તાલુકાના ગામડાઓના વિકાસ માટે જરૂરી એવા રોડ, રસ્તા, ગટર, પાણી વિજળી ને લગતા વિકાસના કામો તેમજ નબળી ગ્રામ પંચાયતોને આર્થિક મદદ માટે ૭.૫૬ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

સામાજિક રીતે નબળા વર્ગના દલીત વર્ગના ઉત્કર્ષ અને ઉત્થાન માટે ૮૯,૦૦,૦૦૦ રૂપિયા ની જોગવાઈ કરવામાં આવેલ છે. તાલુકા પંચાયત સદસ્યો પોતાના વિસ્તારમાં વિકાસ માટે કામો સુચવી શકે તે માટે ૨૬,૦૦,૦૦૦/– રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે. શિક્ષણક્ષેત્રે ૫૯,૦૦,૦૦૦/- રૂપિયા, ખેતીવાડી ક્ષેત્રે ૧,૭૪,૦૦,૦૦૦/– રૂપિયા જાહેર બાંધકામ ક્ષેત્રે ૨,૩૭,૦૦,૦૦૦/- રૂપિયા જોગવાઈ કરવામાં આવેલ છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

તાલુકા પંચાયત ધ્વારા માન.ધારસભ્યશ્રી બળદેવજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ આયોજન, એટીવીટી, ધારાસભ્યશ્રી ગ્રાન્ટ, મનરેગા હેઠળ મળતી વિવિધ ગ્રાન્ટમાંથી તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. તાલુકા પંચાયતની આવક  ૩૮,૧૩,૨૦,૮૫૫ અને ખર્ચ ૧૩,૮૮,૭૩,૦૦૦ થવાનો અંદાજ છે.

કલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અશોકભાઈ પરમારની વરણી 

 

કલોલ સમાચાર