Video : કલોલ પાંજરાપોળ પાસે ઊંડા ખાડામાં ગાય ખાબકી

Video : કલોલ પાંજરાપોળ પાસે ઊંડા ખાડામાં ગાય ખાબકી

Share On

કલોલ પાંજરાપોળ પાસે ઊંડા ખાડામાં ગાય ખાબકી


કલોલમાં ખુલ્લા ખાડા જોખમી બની ગયા છે. ખાનગી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ખાડાઓને કારણે લોકોના જીવનું જોખમ ઉભું થયું છે. કલોલમાં આવેલ પાંજરાપોળ નજીક એક ગાય ઊંડા ખાડામાં ખાબકી હતી. જેને મહામહેનતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી. ગાય પડી જતા ખોદનારા વિરુદ્ધ લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

પાંજરાપોળ પાસે રહેલા પ્લોટમાં ડેવલપર્સ દ્વારા કરવામાં આવેલ ખાડામાંથી ગાયને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.મળતી વિગત અનુસાર કપિલેશ્વર મહાદેવ પાછળ આવેલ માર્ગની સાઈડમાં ઊંડો ખાડો કરવામાં આવ્યો છે. અહીં ફરતી ફરતી ગાય ખાડામાં પડી જતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ખાડો ઊંડો હોવાથી ગાય જાતે બહાર નીકળી શકે તેમ નહોતી. જેને કારણે જીવદયા સંસ્થાઓ તેમજ કલોલ નગરપાલિકાની મદદ લેવામાં આવી હતી અને ગાયને બહાર કાઢવા પ્રયત્નો શરુ કરાયા હતા.લાંબા સમયની મહેનત બાદ આખરે ગાયને રેસ્ક્યુ કરી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

કલોલ-પાનસર વચ્ચે નવો રેલવે ઓવરબ્રિજ બનશે,વાહન ચાલકોને થશે મોટો ફાયદો 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર