ગાયોનો ત્રાસ થશે દૂર : કલોલ નગરપાલિકાએ ઢોર પકડવાનું ચાલુ કર્યું

ગાયોનો ત્રાસ થશે દૂર : કલોલ નગરપાલિકાએ ઢોર પકડવાનું ચાલુ કર્યું

Share On

MD Auto World

કલોલ નગરપાલિકાએ ઢોર પકડવાનું ચાલુ કર્યું

કલોલમાં ગાયોનો ત્રાસ સખ્ત વધી ગયો છે. રોડ વચ્ચે બેસી રહેલ ગાયો કેટલાય લોકોને ઘાયલ કરતી હોય છે જેને કારણે લોકોને હોસ્પિટલ ભેગા થવાની ફરજ પડતી હોય છે. શહેરના તમામ વિસ્તારો અને જાહેર માર્ગો પર ગાયો અડિંગો જમાવીને બેસી જતી હોય છે.

જોકે હવે કલોલના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે નગરપાલિકામાં ફરિયાદો કરાતા તે એક્શનમાં આવી છે. પાલિકાએ છેલ્લા કેટલાક દિવસથી રખડતી ગાયો પકડવાનું અભિયાન આદર્યું છે. જોકે લોકોમાં ચર્ચા થઇ રહી છે કે આ અભિયાન કેટલા દિવસ સુધી ચાલે છે. કેમ કે અગાઉ પણ રખડતા ઢોર ઉઠાવવાનું શરુ કર્યા બાદ પાલિકાએ કામગીરી બંધ કરી દીધી હતી. કલોલ નગરપાલિકાએ લોકોને સ્વચ્છતા જાળવવા અને એંઠવાડો બહાર નહિ નાખવા અપીલ કરી છે જેથી ગાયો એકત્ર થાય નહીં.

Khodiyar Parotha

બીજી તરફ શહેરીજનો દ્વારા પણ કચરો-એંઠવાડ બહાર નાખવામાં આવતો હોય છે જેને કારણે આવા રખડતા ઢોરોને ખોરાક મળી રહે છે. પાલિકા દ્વારા એંઠવાડને બહાર ના નાખતા ફક્ત ડોર ટુ ડોર વાહનમાં નાંખવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. કલોલ નપાએ ઢોરોનો ત્રાસ દુર કરવા નગરજનોને પણ સહકાર આપવા તેમજ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવવા અપીલ કરી હતી.

કલોલ નગરપાલિકાની સામે જ આવેલ આંબેડકર રોડ પર ગાયો અડિંગો જમાવીને બેસતી હોય છે. પાલિકા ત્યાંથી પણ ગાયો ઉઠાડી શકતી નથી.  પાલિકાના વહીવટી તંત્ર દ્વારા જાહેર માર્ગો તેમજ શહેરના  વિવિધ વિસ્તારોમાં રખડતી ગાયો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ હવે દર અઠવાડિયે એક વખત નિયમિતપણે ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

 

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો 

આજથી શું મોંઘુ થશે ? કયા નિયમો બદલાયા, વાંચો એક ક્લિક પર 

 

કલોલ સમાચાર