કલોલ ડી માર્ટ માં ગ્રાહકોએ હંગામો મચાવ્યો
કલોલ સીંદબાદ હાઇવે પર આવેલ ડી માર્ટ મોલમાં ટેગ પ્રાઇસ અને બિલ પ્રાઇસના ભાવ અલગ અલગ હોવાથી હોબાળો મચી ગયો હતો. કસ્ટમરોએ જાતે જ વિડીયો ઉતારીને સમગ્ર શહેરમાં વાઇરલ કરતા ડી માર્ટ બચાવની સ્થિતિમાં આવી ગયું છે. ડી માર્ટમાં રહેલ વસ્તુઓ પર ટેગ પ્રાઇસ અલગ હોય છે જ્યારે બીલમાં અલગ હોય છે. આ છેતરપિંડીની જાણ ગ્રાહકોને થતા તેઓએ હોબાળો મચાવ્યો હતો.
કલોલમાં આવેલ ડી માર્ટનો એક વિડીયો વાઇરલ થયો છે. જેમાં ગ્રાહકો હોબાળો કરતા જોવા મળી રહ્યા છે. ગ્રાહકોને તેમની સાથે છેતરપિંડી થઈ રહ્યા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. મોલના કર્મચારીઓને જ પુરાવો આપી ગ્રાહકોએ ફરિયાદ કરી છે. ચીજ વસ્તુઓ પર રહેલ ટેગમાં અલગ કિંમત લખેલ છે જ્યારે બિલ પર અલગ કિંમત આવી હતી. જેથી ગ્રાહકોએ આ બાબતે હાજર કર્મચારીઓને પૂછતાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
1 thought on “કલોલ ડી માર્ટમાં ટેગ પ્રાઇસ અને બિલના ભાવ અલગ હોવાથી ગ્રાહકોનો હોબાળો ”