કલોલ ના ધારાસભ્ય બકાજી ઠાકોરના હસ્તે ધનવંતરી આરોગ્ય રથને લીલીઝંડી બતાવી ને પ્રસ્થાન કરાવામાં આવ્યું….
ગાંધીનગર જિલ્લાના કલોલમાં આજરોજ ધનવંતરી આરોગ્ય રથ ને લીલીઝંડી બતાવી ને પ્રસ્થાન કરાવામાં આવ્યું છે. આ ધનવંતરી એમ્બ્યુલન્સ એ ગુજરાત સરકારની એક નવી પહેલ છે. જે દર્દીઓને વિવિધ પ્રકારની પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં અગ્રેસર રહેશે, તેમજ કલોલ ની જનતા માટે ધનવંતરી આરોગ્ય રથ આશીર્વાદરૂપ સાબિત થશે. આ રથ ને હરતું ફરતું દવાખાનું પણ કહી શકાય, કારણ કે ધનવંતરી આરોગ્ય રથ માં વિવિધ પ્રકારના રોગો જેવા કે તાવ, ઝાડા-ઉલટી, ચામડીના રોગો, નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની તપાસ વિનામૂલ્યે સ્થળ પર જ કરી દેવામાં આવશે. ગાધીનગર જિલ્લાના કલોલમાં સરકાર દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથ ને લીલીઝંડી બતાવી ને પ્રસ્થાન કરાવામાં આવ્યું છે. આ ધનવંતરી આરોગ્ય રથ, બાંધકામ ની સાઈટો, કડિયાનાકા, અને શ્રમિકોના ઘર સુધી જઈને શ્રમિકોને વિનામૂલ્યે ઈ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપશે. તેમજ શ્રમિકોને ધનવંતરિ આરોગ્ય રથ વિશેની વિસ્તૃતમાં જાણકારી પણ આપશે. સરકારની આ નવી પહેલ કલોલ ની જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેમ ચોક્કસથી લાગી રહ્યું છે. ધનવંતરી આરોગ્ય રથ એ શ્રમિક દર્દીઓ પાસે સામેથી જઈને તેમને પ્રાથમિક સેવા પૂરી પાડશે.
ધનવંતરી આરોગ્ય રથ ને કલોલ ના ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા આજરોજ લીલીઝંડી બતાવી ને પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. તેમજ લોકોની સુખાકારી અને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ રથ એમ્બ્યુલન્સ કલોલ ની જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે, તેવી આશા પણ ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
આ ધનવંતરી રથ એમ્બ્યુલન્સમાં પાંચ લોકોની ટીમ કાર્યરત રહેશે. જેમાં ડોક્ટર,ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન, પેરામેડિક, હાજર રહીને દર્દીઓને પ્રાથમિક સારવાર પૂરી પાડશે. જેમાં મેડિકલ ટીમ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવશે, જ્યારે લેબ કાઉન્સિલરો દ્વારા શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ કાઢી આપવામાં આવશે. આ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોના હિમોગ્લોબિન ની તપાસ, મેલેરિયાની તપાસ, પેશાબ ની તપાસ, લોહીમાં સુગરની તપાસ, તેમજ પ્રેગ્નન્સી ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે.