કલોલ ટીડીઓ પર ધુળાજી ઠાકોરે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો
કલોલ તાલુકા વિકાસ અધિકારી પર તાલુકા પંચાયતના પ્રમુખ ધુળાજી ઠાકોરે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે. ધુળાજી ઠાકોરે અગાઉ વિજીલન્સમાં પત્ર લખીને ટીડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. પરંતુ આજદિન સુધી ટીડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહી આવતા ફરી પત્ર લખી મામલો રફેદફે કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ ટીડીઓએ તમામ આક્ષેપ ફગાવી દીધા છે. ટીડીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન પોર્ટલ પરની ખરીદીમાં તેમનો કોઈ રોલ હોતો નથી. પ્રમુખે ઓનલાઈન પોર્ટલની ખરીદીમાં ટીડીઓના મળતિયાઓની એજન્સીઓને ફાયદો કરાવવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ એજન્સીઓ મારફતે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. બીલમાં દર્શાવેલ વસ્તુ અને સ્થળ પર રહેલ વસ્તુઓમાં ઘણો તફાવત જોવા મળ્યો છે તેમ પ્રમુખે જણાવ્યું હતું.