કલોલ નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ અસંતોષ,ભાજપના નવ સભ્યોના રાજીનામાં 

કલોલ નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ અસંતોષ,ભાજપના નવ સભ્યોના રાજીનામાં 

Share On

કલોલ નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ અસંતોષ

કલોલ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શૈલેષ પટેલ વિરુદ્ધ અસંતોષ જોવા મળ્યો છે. કલોલ નગરપાલિકાના ભાજપના 9 સભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ તમામ સભ્યોએ ફોન સ્વીચ ઓફ કરી દીધા છે.

બીજી તરફ ભાજપમાં રાજીનામું આપી દેતા સોપો પડી ગયો છે. કલોલ નગરપાલિકામાં પ્રમુખ પદના દાવેદારોને હોદ્દો ન મળતા  અસંતોષ જોવા મળ્યો છે. આ સંજોગોમાં વધુ સભ્યો રાજીનામું આપે તેવી પણ શક્યતા રહેલી છે.
કલોલ નગરપાલિકાના નવા પ્રમુખનું નામ જાહેર થતાં જ ભડકો થયો હતો. છેક સુધી જેનું નામ ચાલતું હતું તે દાવેદારને પ્રમુખ પદ મળ્યું ન હતું જેને પગલે નારાજ થયેલા નવ નગર સેવકોએ પોતાનો રાજીનામું આપી દીધું છે.

કોણે રાજીનામાં આપ્યા ?

 ૧) વોર્ડ -૩ જીતેન્દ્રકુમાર નાથાલાલ પટેલ (૨) વોર્ડ ૪ પ્રદિપસિંહ ભરતસિંહ ગોહિલ (૩) વોર્ડ ૭ કેતનકુમાર નરેન્દ્રકુમાર શેઠ (૪) વોર્ડ ૮ ચેતનકુમાર ગુણવંતભાઈ પટેલ (૫) વોર્ડ ૮ ક્રિના અજયભાઈ જોશી (૬) વોર્ડ ૮ અમીબેન મનીષકુમાર અરબસ્તાની (૭)વોર્ડ ૯ દિનેશકુમાર રમણલાલ પટેલ (૮) વોર્ડ ૯ ભુપેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ (૯) વોર્ડ ૧૦ મનુભાઈ ભઈલાલભાઈ પટેલ

કલોલ સમાચાર