કલોલમાં રાવણ દહન વખતે આખલો ઘૂસતા લોકોમાં નાસભાગ મચી 

કલોલમાં રાવણ દહન વખતે આખલો ઘૂસતા લોકોમાં નાસભાગ મચી 

Share On

કલોલમાં રાવણ દહન વખતે આખલો ઘૂસતા લોકોમાં નાસભાગ મચી

કલોલમાં દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.કલોલના જૈન વાડી ની સામે આવેલી ખુલ્લી જગ્યામાં રાવણ દહન કાર્યક્રમ ચાલુ હતો. તે દરમિયાન એકાએક અચાનક આખલો ઘૂસી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  સળગતો પ્રશ્ન એ છે કે તંત્ર દ્વારા સુરક્ષામાં પૂરેપૂરી કામગીરી કરાતી હોવા છતાં પણ આખલો ગુસ્યો કઈ રીતે તે મોટો પ્રશ્ન બની ચૂક્યો છે.
આંખલાને જોતા રાવણ દહન હોવા આવેલ લોકોમાં ગભરાટનો માહોલ છવાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આખલા એ એક વ્યક્તિને અડફેટે લીધો હતો, જોકે મોટી જાનહાનિ ટળી હતી પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સુરક્ષામા આટલી મોટી ચુક રહી જવા બદલ તંત્રની નિષ્ક્રિયતા છતી થઇ રહી હોય તે સ્પષ્ટ પણે  જોઇ શકાય છે. જો કોઈને વાગી ગયું હોત તો કોણ જવાબદારી લેત તેવી ચર્ચા પણ હાજર રહેલા લોકોમાં થઇ હતી.
કલોલમાં ગાયો અને આખલાનો ત્રાસ ઘણો જ વધી ગયો હોવા છતાં  કાર્યવાહી કરવામાં આવતી નથી. ગઈકાલે આટલા મોટા કાર્યક્રમમાં આખલો ઘુસી ગયો તે તંત્રની બેદરકારી સૂચવી જાય છે. શહેરના તમામ જાહેર માર્ગો તેમજ ખુલ્લી જગ્યામાં રખડતા ઢોરો અડિંગો જમાવીને બેસી જતા હોય છે તેમજ અકસ્માત કરતા હોય છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કલોલ સમાચાર