કલોલ અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર,ચાલુ થયું ત્યારથી બંધ

કલોલ અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર,ચાલુ થયું ત્યારથી બંધ

Share On

અંબિકા Highway પર ધૂળ ખાતું એસ્કેલેટર

કલોલના અંબિકા નગર Highway બસ સ્ટેન્ડ પર બનાવેલ એસ્કેલેટર લાવ્યા ત્યાંથી ધાંધિયા સર્જતું રહ્યું છે. જાળવણીના અભાવે મુસાફરોની સુવિધા માટે  બનાવેલ એસ્કેલેટર હવે ધૂળ ખાઈ રહ્યું છે. વારંવાર ખોટકાતા એસ્કેલેટરને કારણે બાળકો તેમજ વૃદ્ધ લોકોને હાઇવે ક્રોસ કરવાની ઘણી જ તકલીફ પડી રહી છે.

Highway પર એસ્કેલેટર

કલોલ શહેરમાં અમદાવાદ-મહેસાણા મુખ્ય Highway પગપાળા ક્રોસ કરવા એસ્કેલેટર સીડી લગાવવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું. જો કે ત્યારબાદ એસ્કેલેટરમાં વારેવારે ધાંધિયા સર્જાવા લાગ્યાં હતા. હાલ આશરે 12 માસથી વધુ સમયથી આ એસ્કેલેટર ધૂળ ખાતું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં હાઇ-વે ઓળંગવા માટે લગાવવામાં આવેલું આ પ્રથમ એસ્કેલટર છે.

સ્ટેશન રોડ પરનો ટટ્રાફિક જુવો વિડીયોમાં 

https://youtu.be/QaLqHjR2vNw

હાઇવે પર એસ્કેલેટર સીડી બનાવવાનો 1.14 કરોડ ખર્ચ થયો હતો. આ સીડીની જાણવણી માટે તંત્ર દ્રારા ચાર માણસો મુકવામાં આવ્યા હતા. જો કે હવે જાળવણીના અભાવે આ ધૂળ ખાઈ રહ્યું છે.

કલોલમાંથી પસાર થતા અમદાવાદ-મહેસાણા હાઇ-વે પર પ્રતિદીન વાહનોની સંખ્યા વધી રહી છે. ત્યારે આ માર્ગ પર આવતા નાના-મોટા ગામડા તથા નગરોનાં નાગરીકોને હાઇ-વે ક્રોસ કરવો જોખમી બની રહ્યો હતો.

કલોલ હાઇ-વે પરના ટોલ રોડ પર આવેલ અંબિકાનગરના રોડ ક્રોસ કરવા બન્ને તરફ પીક અપ બસ સ્ટેન્ડ આવેલ છે. ત્યાં અગાઉ સીડી બનાવવામાં પણ આવેલ હતી. પરંતુ રોડ ક્રોસ કરવા ટેવાયેલા લોકો આ સીડી ચડીને આ બ્રિજનો ઉપયોગ કરવામાં બેદરકારી સેવી રહ્યા હતા ત્યારબાદ એસ્કેલેટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

અમારા ફેસબુક પેજને લાઈક કરો : https://www.facebook.com/kalolsamachar

આ પણ વાંચો : City : કલોલમાં ચોરો બેફામ,સ્ટેશનરી દુકાનના તાળાં તોડયા 

                         કલોલ હાઇવે પર કુલ કેટલા ઓવરબ્રિજ ? આ રહ્યો સાચો જવાબ 

 

 

 

કલોલ સમાચાર