કલોલમાં વહેલી સવારે વરસાદથી વાતાવરણ ઠંડુગાર
કલોલમાં રવિવારે સવારે આકાશમાં કાળા ડીબાંગ વાદળા ચડી આવ્યા હતા. આશરે 6 વાગ્યે પવન સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉનાળો પૂર્ણ થયો નથી તે પહેલા ચોમાસું બેસી ગયું હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.
વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઇ હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. એકાએક આખા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાને લીધે વાહનોની અવર-જવરને અસર થઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.