કલોલમાં ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા વ્યક્તિની ઇકો ગાડી ચોરાઈ 

કલોલમાં ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા વ્યક્તિની ઇકો ગાડી ચોરાઈ 

Share On

ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા વ્યક્તિની ઇકો ગાડી ચોરાઈ

કલોલમાં આંબેડકર રોડ પર આવેલ ભરકાદેવી આઈસ્ક્રીમ અને લસ્સી પાર્લર ચલાવતા વ્યક્તિની ઇકો ગાડી ચોરાતા ચકચાર મચી ગઈ છે. કલોલમાં તસ્કરોનું રાજ શરુ થયું હોય તેમ લાગે છે. દુકાનોમાં ઘુસીને ચોરીઓ થતી હતી હવે ઘર આગળ પાર્ક થયેલ ત્રણ લાખની ઇકો ગાડી ચોરાઈ છે. જેને લઈને માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કલોલ પોલીસ સ્ટેશનમાં ઇકો ગાડી ચોરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કલોલમાં ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા રામેશ્વરગીરી શિવ ગીરી ગોસ્વામી પાયગા સ્કુલની સામે ચાલી ભરત ભાઈ ના મકાન માં છેલ્લા આઠ વર્ષથી ભાડે રહે છે અને નવજીવન શોપિંગ સેન્ટરમાં ભરકાદેવી આઈસ્ક્રીમ પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે તેઓ ગાડી લઈને દુકાન ગયા હતા, તેમજ રાત્રે સાડા અગિયાર વાગ્યે પરત ફર્યા હતા. આ બાદ તેઓ રાત્રે પોતાના ઘર આગળ ઇકો ગાડી પાર્ક કરીને સુઈ ગયા હતા.

MD Auto World

જોકે સવારે તેઓએ ઉઠીને જોતા ગાડી જ ગાયબ હતી . જેથી તેઓએ આસપાસ પાડોશીઓ તેમજ દુકાનોવાળાને પુછપરછ તેમજ શોધખોળ આદરી હતી પરંતુ તે મળી આવેલ નહોતી. આ કારણે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેઓએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગાડી ચોરી જવા બાબતે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓને પકડી લેવા પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા હોવાનું સામે આવ્યું છે.

 

 

કલોલ સમાચાર