રોગચાળો : કલેકટરે ડોકટરો-અધિકારીઓને ખખડાવ્યા
શહેરમાં ફેલાયેલ રોગચાળા મામલે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા કલોલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી અધિકારીઓની દોડતા કરી દીધા હતા. કલોલમાં પ્રાંત ઓફીસ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી માહિતી મેળવી કડક પગલાં ભરવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને ડોક્ટર વાજા અને ડો જઞદીશ ટાંક દ્વારા કરવામાં આવતા ઞેર વર્તન અને હોસ્પિટલમાંથી સારવાર માટે એડમીટ કરી કરવામાં આવતા નથી તેવી ફરિયાદ નોંધાવા પામી હતી. તે સંદર્ભે ગાંધીનગર કલેકટર ડોક્ટર કુલદીપ આર્ય દ્વારા ઝાટકણી કાઢવામાં આવી હતી.
ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યે રેલવે પૂર્વમાં આવેલ માનવ મંદિર સોસાયટીની મુલાકાત લીધી હતી. અહીં એરટેલ કંપની દ્વારા ખોદકામ કરીને ગેરકાયદે રીતે પાણીની પાઇપમાં વાઇફાઇ કેબલ ઉતારવામાં આવ્યા હતા. જેને કારણે પાઇપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
ગઈકાલે રાત્રે અહીં ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ સહીત દોડી આવ્યા હતા. આજે ગાંધીનગર કલેકટરે લીકેજ સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. અહીં એરટેલ દ્વારા કેબલ નાંખવામાં આવ્યો છે તે બાબતથી નગરપાલિકા પણ અજાણ હોવાનું સામે આવ્યું છે. કંપની દ્વારા પાલિકા પાસે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. જેને લઈને કલેકટરે પાલિકાના ઈજનેરનો પણ ઉધડો લીધો હતો.
કલોલ રેલવે પૂર્વમાં ઝાડા ઉલ્ટીના વધુ 88 કેસ,સુપર કલોરીનેશનના આદેશ
1 thought on “રોગચાળો : અચાનક દોડી આવેલ કલેકટરે ડોકટરો-અધિકારીઓને કેમ ખખડાવ્યા, વાંચો ”