કડીમાં ગુલીયન બાર સિન્ડ્રોમના ચાર જેટલા કેસ સામે આવતા ફફડાટ, જાણો તેના લક્ષણ 

કડીમાં ગુલીયન બાર સિન્ડ્રોમના ચાર જેટલા કેસ સામે આવતા ફફડાટ, જાણો તેના લક્ષણ 

Share On

કડીમાં ગુલીયન બાર સિન્ડ્રોમના ચાર જેટલા કેસ સામે આવતા ફફડાટ, જાણો તેના લક્ષણ

કડીમાં કેટલાક સમયથી ગુલીયન બાર સિન્ડ્રોમ રોગે દેખા દેતા ફફડાટ વ્યાપી ગયો છે. મળતી વિગત અનુસાર એક મહિનાની અંદર ચાર લોકોમાં આ રોગના લક્ષણ જોવા મળ્યા છે. જેને પગલે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલ લઈને તપાસ હાથ ધરવા તજવીજ કરાઈ છે.  કડીના વ્હોરવાડ, ખ્વાજાપાર્ક અને કોર્ટ વિસ્તારમાં ચાર દર્દીઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. લકવાને કારણે વાયરસની અસર થઇ છે કે કેમ તે તપાસ તંત્ર કરી રહ્યું છે.

ગુલિયન બારે સિન્ડ્રોમમાં દર્દીના શરીરમાં પહેલાં ઠંડી લાગવી કે દુખાવો થવા લાગે છે. ત્યાર બાદ વ્યક્તિના સ્નાયુઓ નબળા પડવાં લાગે છે. આ બીમારીના લક્ષણ જાણવા મળતાં જ જો તરત ઇલાજ કરવામાં ના આવે તો શ્વસનક્રિયા નબળી થઇ જાય છે. અનેકવાર દર્દીઓને લકવો પણ થઇ શકે છે.

કલોલ-કટોસણ લાઈનનું ખાતમુહૂર્ત કરાયું, કડી-બેચરાજીને થશે મોટો ફાયદો 

(કડીના સમાચાર માટે વાંચતા રહો અમારી વેબસાઈટ)

ગુજરાત સમાચાર