કલોલમાં દારૂ પીને ચાર ઈસમો બાખડયા, એક ઇજાગ્રસ્ત

કલોલમાં દારૂ પીને ચાર ઈસમો બાખડયા, એક ઇજાગ્રસ્ત

Share On

કલોલમાં દારૂ પીને ચાર ઈસમો બાખડયા, એક ઇજાગ્રસ્ત

 

કલોલ : કલોલમાં આવેલી કેઆઈઆરસી કોલેજ પાછળના ખુલ્લા ભાગમાં દારૂ પીવા બેઠેલા ચાર ઈસમો વચ્ચે મારામારી થઈ હતી. ત્રણ ઈસમોએ ભેગા થઈને ફરિયાદીને માર મારી ગાળો બોલી હતી. જેને પગલે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ફરિયાદીને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

ઘટનાની વિગત અનુસાર દિનેશભાઈ નંદુભાઈ કંસારા નવજીવન બિલની ચાલીમાં રહે છે. ફરિયાદી અને તેમનો મિત્ર સંજય ભીખાભાઈ ઠાકોર ખુની બંગલા પહોંચ્યા હતા ત્યારે સંજયભાઈનો ફોન આવેલ અને કહ્યું હતું કે ઇંગલિશ દારૂ પીવો હોય તો કે આવી જાવ. જેને પગલે ફરિયાદી કેઆઈઆરસી કોલેજ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં પહોંચ્યા હતા. આ સ્થળે અન્ય ઇસમ ગૌતમ ઠાકોર પણ હાજર હતો.

 

ખુલ્લી જગ્યામાં આ ચારેય વ્યક્તિઓએ દારૂ પીધો હતો ત્યારબાદ બાઈટિંગ ખૂટી જતા ફોન કરીને મંગાવ્યું હતું અને ફરી દારૂ પીધો હતો આ દરમિયાન વાતવાતમાં ફરિયાદીએ ખીજવતા તેણે ખીજવવું નહીં તેમ જણાવતા ઉશ્કેરાયેલા શખ્સોએ માથામાં બોટલ મારી હતી. આ ત્રણેય વ્યક્તિઓ ફરિયાદીને પ્રતાપપુરા રેલવે ગરનાળા ખાતે લઈ જઈ ગડદાપાટુનો માર મારી ગાળો બોલી હતી. આરોપીઓ કહ્યું હતું કે ધમાભાઈ પટેલે મારી નાખવાનું જણાવ્યું છે. જેથી ફરિયાદીએ કહ્યું કે હું ધમાભાઈ પટેલને નથી ઓળખતો. આ સમયે ફરિયાદીના મિત્ર સંજય ઠાકોરે મારમાંથી છોડાવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેને પગલે ફરિયાદી એ કદો શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગૌતમ ઠાકોર,સંજય સેનમા અને મનીષ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

કલોલ સમાચાર