કલોલમાં આ રીતે અગાઉ પણ ગેસની પાઇપલાઇનમાં પંચર પડ્યા છે……..
કલોલના વર્ધમાન નગર વિસ્તારમાં ગેસ પાઇપલાઇન તૂટતા આસપાસના રહીશોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. Jio કંપનીની ખોદકામને કારણે સતત બીજા દિવસે પણ ગેસની પાઇપલાઇન તૂટી હતી. કલોલ નગરપાલિકાની બેદરકારી નીતિને કારણે અનેક કંપની આ રીતે ખોદકામ કરતી હોય છે જેનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે.
કલોલમાં અવારનવાર ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન તૂટી જતી હોય છે. વધમાન નગર વિસ્તારમાં jio કંપની તેના 5g કેબલ નાખી રહી છે ત્યારે અણઘડ આયોજનને કારણે ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન માં પંચર પડ્યું હતું જેને કારણે ગેસનો પુરવઠો બંધ થઈ ગયો હતો. ગેસ આવતો બંધ થઈ જતા લોકોને રસોઈ કરવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
કલોલમાં આ રીતે અગાઉ પણ ગેસની પાઇપલાઇનમાં પંચર પડ્યા છે જેનો ભોગ નિર્દોષ નાગરિકો બન્યા છે અને તેમને હાલાકી નો સામનો કરવો પડે છે. આ અગાઉ બોરીસણા ગરનાળા પાસે પણ ગેસ પાઇપલાઇન તૂટી જતા લોકો રસોઈ થી વંચિત રહ્યા હતા.