ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે લવ જેહાદ પર મહત્વનો ચુકાદો આપતા રાજ્યના લવ જેહાદ કાયદાના કેટલાક વિભાગો પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે છોકરીને ખોટી રીતે ફસાવવામાં આવી છે, ત્યાં સુધી એફઆઈઆર નોંધવી જોઈએ નહીં.
હાઈકોર્ટે આ નિર્ણય જમિયત ઉલેમા-એ-હિન્દની અરજી પર આપ્યો છે. જમિયતે આ કાયદા પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. અરજી પર ચુકાદો આપતા હાઇકોર્ટે આ કાયદાની કલમ 3, 4, 5 અને 6 ના સુધારાના અમલ પર રોક લગાવી દીધી છે.
હાઈકોર્ટે કહ્યું કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે લગ્ન જબરદસ્તી અને લાલચથી થયા હતા ત્યાં સુધી પોલીસમાં FIR નોંધાવી શકાતી નથી.