ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પોસ્ટર એક્ઝિબિશન યોજાયું

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પોસ્ટર એક્ઝિબિશન યોજાયું

Share On

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન અને જર્નલિઝમમાં પોસ્ટર એક્ઝિબિશન આયોજિત કરાયું હતું….

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન અને જર્નલિઝમમાં પોસ્ટર એક્ઝિબિશન આયોજિત કરાયું હતું. એમએમસીજે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓએ વિવિધ સામાજિક સમસ્યાઓ ઉપર પોસ્ટર તૈયાર કરીને તેને પ્રદર્શિત કર્યા હતા. આ એક્ઝિબિશનમાં કુલ 33થી વધુ પોસ્ટરને સ્થાન અપાયું હતું. દેશમાં હાલ વિવિધ સામાજિક સમસ્યાઓ અને કુરિવાજો પ્રવર્તી રહ્યા છે,જેના વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર પ્રદર્શનનું અયોજન કરાયું હતું. જેમાં જાતિવાદ, ગરીબી,મહિલા અત્યાચાર,ડ્રગ્સ જેવી બદીઓ દૂર કરવાનો નિર્ધાર કરાયો હતો.

આ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉન્મેષ દીક્ષિત સાથે પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ સોનલબેન પંડ્યા અને અધ્યાપક ડૉ ભૂમિકા બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મહેમાન ઉન્મેષ દીક્ષિતએ વિદ્યાર્થીઓની કામગીરી બિરદાવી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં પોસ્ટર શબ્દનો અર્થ સમજાવ્યો હતો. પી એટલે પેશન અને પર્પઝ,ઓ એટલે ઓપ્ટિમેટિક્સ, એસ એટલે સિસ્ટમ અને સ્ટ્રેટેજી,ટી એટલે ટ્રાન્સપરન્સી અને ટેકનોલોજી,ઇ એટલે ઇગેજિંગ કોમ્યુનિકેશન,આર એટલે રિયાલિસ્ટિક અને રિલેશનશિપ તેમ તેઓએ જણાવ્યું હતું. આ પોસ્ટર એક્ઝિબિશન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું.

કલોલ સમાચાર