કલોલ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં વૃક્ષપૂજન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

કલોલ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં વૃક્ષપૂજન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

Share On

કલોલ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં વૃક્ષપૂજન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપ કલોલની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં રાષ્ટ્રિય સેવા યોજના અને જે.કે.લક્ષ્મીના સંયુક્ત ઉપક્રમે વૃક્ષ પુજન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાઈ ગયો.

 

કોલેજના આચાર્ય ડો.કે.સી.દેશમુખ અને ડો.એચ.કે. સોલંકીએ એક એક વૃક્ષ વાવીને યુવાનોને ઉજ્જવલ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. નારણ બારડે કોલેજના સ્વયંસેવકોને આશીર્વાદ આપ્યા હતા.ગુરુપૂર્ણિમાના પાવન પર્વમાં વિધાર્થીઓએ ફૂલ આપી ગુરૂજનોનું સ્વાગત કર્યું હતું.એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં 75 વૃક્ષો વાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.

કલોલ હાઇવે પર વીજળીના થાંભલા સાથે ફોર્ચ્યુનર અથડાતા કચ્ચરઘાણ

આ પ્રસંગે ડો.એમ. એ.મેકવાન,ડો.બી.એન.પટેલ , ડો.આર.એમ.પટેલ અને સ્ટાફ સેક્રેટરી અમૃત ભાઇ ચૌધરી તથા સમગ્ર સ્ટાફે હાજર રહીને વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.એચ.કે.સોલંકીએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું વહન કરવા યુવાધનને આહવાન કર્યું હતું.કોલેજ કેમ્પસમાં સ્વયંસેવકોએ વૃક્ષો દતક લઈ એના જતન રક્ષણ કરવાના સંકલ્પ લીધા હતા.

કલોલ સમાચાર