ભારતીય જનતા પાર્ટીને પ્રજાપતિ સમાજે ટેકો જાહેર કર્યો…..
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે, ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કલોલ ની મુલાકાત લીધી હતી. જેમાં કલોલમાં વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ ભાઈ સંઘવી તેમજ કલોલ ભાજપ પક્ષના ઉમેદવાર લક્ષ્મણજી પૂજાજી ઠાકોર ઉર્ફે બકાજી જોડાયા હતા.
આ રેલી કલોલ ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. કલોલ ના વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાજપના કાર્યાલયથી નીકળી ખૂની બંગલા ચાર રસ્તા થઈ, સ્ટેશન રોડથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક જનતા જોડાઈ હતી.
વધુ રસપ્રદ બાબત એ છે કે રેલી બાદ પ્રજાપતિ સમાજે ભારતીય જનતા પાર્ટી તેમજ કલોલમાં ટિકિટ મેળવેલ પક્ષના ઉમેદવાર બકાજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. પ્રજાપતિ સમાજના અગ્રણી કનૈયાલાલ પ્રજાપતિએ ભારતીય જનતા પાર્ટીને પોતાનો ટેકો જાહેર કરી સૌ જનતાને ભાજપની તરફેણમાં મત આપવા માટે અપીલ પણ કરી હતી.