કલોલમાં હિંદુ-મુસ્લિમ એકતા : મુસ્લિમે હિંદુ આધેડની અંતિમવિધિ કરી 

કલોલમાં હિંદુ-મુસ્લિમ એકતા : મુસ્લિમે હિંદુ આધેડની અંતિમવિધિ કરી 

Share On

કલોલમાં હિંદુ-મુસ્લિમ એકતા : મુસ્લિમે હિંદુ આધેડની અંતિમવિધિ કરી

કલોલમાં રહેતા  ઉદાજી મગનજી ઠાકોર સોમવારે રાત્રી દરમિયાન બીવીએમ ફાટક પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ વેગે આવતી બાંદ્રા ટર્મિનસ – હિસાર ટ્રેન નીચે આવી જતા તેમનું મૃત્યુ થયું હતું.  ઘટનાને પગલે રેલવે પોલીસ દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટનાની માહિતી મૃતક નોકરી કરતા હતા તે દુકાનના માલિકને થતા રેલ્વે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. કલોલમાં વખારીયાની ચાલી રહેતા મુનીરભાઈની શાકભાજીની દુકાન પર વર્ષોથી મૃતક કામ કરતા તેમજ રહેતા હોવાને કારણે મૃતકની અંતિમવિધિ કરવાનો ફેંસલો લીધો હતો. જેને પગલે રેલ્વે પોલીસે લાશને મુનીર ભાઈને સોંપી હતી.મુસ્લિમ વ્યક્તિએ હિંદુ વ્યક્તિની અંતિમવિધિ કરીને હિંદુ-મુસ્લિમ એકતા માટે દાખલો બેસાડ્યો હતો.

કલોલમાં વારંવાર કોલેરા ફેલાતા આરોગ્ય મંત્રીએ વહીવટી તંત્રનો ક્લાસ લીધો

કલોલ સમાચાર