હાર્દિક ભાજપમાં જોડાશે તો કોને થશે મસમોટો ફાયદો, કોંગ્રેસ રમશે જબરો દાવ 

હાર્દિક ભાજપમાં જોડાશે તો કોને થશે મસમોટો ફાયદો, કોંગ્રેસ રમશે જબરો દાવ 

Share On

હાર્દિક ભાજપમાં જોડાશે તો કોને થશે મસમોટો ફાયદો

હાર્દિક પટેલ ભાજપમાં જવા થનગની રહ્યા છે. આવતીકાલે તેઓ કમલમ ખાતે ભાજપમાં જોડાઈ જશે. ભાજપમાં પાયાના કાર્યકરોનો વિરોધ છતાં પક્ષની કેવી મજબૂરી છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને મનફાવે એમ બોલનાર વ્યક્તિને માન મરતબો આપવો પડી રહ્યો છે. હાર્દિક પટેલને ફાયદો કે નુકશાન થશે એ પછીની વાત છે પણ હાલ અન્ય લોકોને ઘણા ફાયદા થઇ શકે છે.

હાર્દિકના ભાજપમાં જવાથી હાલ કોંગ્રેસ અને તેના કાર્યકરો ખુશ છે. કોંગ્રેસે આટલું આપ્યા છતાં કોંગ્રેસને વગોવી ગયેલ હાર્દિક પટેલના જવાથી કાર્યકરોમાં આંનદનું મોજું છે તો કોંગ્રેસના નેતાઓને ટિકિટ સહીતની વહેંચણીમાં હાર્દિકની ચંચુપાત દૂર થઇ તેની ખુશી અને રાહત છે. બીજી તરફ કોંગ્રેસ પાસે યુવા નેતા જીજ્ઞેશ મેવાણી છે. મેવાણી ચૂંટણીમાં હવે કોંગ્રેસ પક્ષનો  મુખ્ય ચહેરો બની શકે છે. ટૂંકસમયમાં તેમને મોટી જવાબદારી મળી શકે છે, જેને લઈને  ભાજપમાં જતા જીજ્ઞેશ મેવાણીનું કદ વધી ગયું છે.

બીજી તરફ કોંગ્રેસમાં નરેશ પટેલનો આવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. ચર્ચા અનુસાર નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો હાર્દિકનું મહત્વ ઘટી જાય એ ડરથી નરેશ પટેલને કોંગ્રેસમાં પ્રવેશ નહોતો આપવામાં આવતો જોકે હવે નરેશ પટેલ કોંગ્રેસમાં આવી શકે છે. જીજ્ઞેશ મેવાણી અને નરેશ પટેલના માધ્યમથી કોંગ્રેસને મોટો ફાયદો થઇ શકે છે. બીજી તરફ ભાજપને પણ  પક્ષમાં આવી જતા મોટી રાહત થઇ છે. કેમ કે ભાજપ વિરુદ્ધ બોલતો એક નેતા ઓછો થયો. આમ હાર્દિક સાથે રમાયેલ રમતમાં મોટાભાગના લોકોને  ફાયદો હોય તેમ લાગી રહ્યું છે.

જીજ્ઞેશ મેવાણી અડગ અને નીડર રહેતા લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો,હાર્દિક-અલ્પેશના વળતા પાણી

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

ગુજરાત સમાચાર