સાવધાન : વેરો નહીં ભરો તો પાણી-ગટર જોડાણ કપાઈ જશે,કલોલ પાલિકાએ 600 નોટિસ ફટકારી
BY પ્રશાંત લેઉવા
કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર બાકીદારોને નળ અને ગટર જોડાણ કાપવાની 600 નોટિસ ફટકારી છે. પાલિકામાં ટેક્સ નહીં ભરવાને કારણે આ નોટિસ ફટકારવામાં આવી છે.

કલોલ નગરપાલિકાએ 13.99 કરોડ રૂપિયાનો પાછલો બાકી ટેક્સ તેમજ 15.79 કરોડ રૂપિયાનો ચાલુ ટેક્સ વસૂલવાનો છે. આમ કુલ 29.79 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. લોલ નગરપાલિકાએ આવક મુખ્ય સ્ત્રોત એવા કરવેરા વસૂલવા આક્રમક કાર્યવાહી શરૂ કરી છે. કેટલાક રીઢા બાકીદારો વર્ષોથી વેરો ન ભરતા પાલિકાએ લાલ આંખ કરી છે.
શહેરના વિકાસ કાર્યો માટે વેરાની આવક મહત્વપૂર્ણ હોવાથી પાલિકાએ વેરાની વસૂલાત કરવા કમર કસી છે. આગામી સમયમાં અન્ય બાકીદારોને પણ નોટિસ ફટકારવામાં આવનાર છે.