છત્રાલમાં મહિલા પર હુમલો કરતા ચકચાર
કલોલના છત્રાલમાં ચાર શખ્સોએ એક મહિલા પર હુમલો કરતા ચકચાર વ્યાપી ગઈ છે. અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખીને એક આરોપીએ તેના ત્રણ સાગરીતોને બોલાવીને મહિલા પર હુમલો કર્યો હતો. જેમાં મહિલાને બચાવવા વચ્ચે પડેલ અન્ય બે ઈસમોને ઇજા થઇ હતી. સોસાયટી આગળ લોકોનું ટોળું એકઠું થઇ જતા ચારેય ભાગી છૂટ્યા હતા.

ઘટનાની વિગત અનુસાર ફરિયાદી મહિલાના ઘર આગળ પંકજ પરમાર નામનો જોઈ રહ્યો હોઈ તેમની દીકરી ઘરમાં હોવાને કારણે મહિલાએ ટોક્યો હતો. જેથી તેણે ઉશ્કેરાઈ જઈને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. આ બાદ બપોરના સુમારે તે વ્યક્તિ વર્ના ગાડીમાં અન્ય ત્રણ ઈસમોને લઈને આવ્યો હતો.અને મહિલાના ઘર તરફ ઈશારો કર્યો હતો.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/ apps/details?id=mobi.androapp. kalolsamachar.c7819
https://play.google.com/store/

જેથી મહિલા ગભરાઈને ઓફિસ તરફ ભાગ્ય હતા જ્યાં આ વ્યક્તિઓ વ્યક્તિઓએ કહ્યું હતું કે તું બહાર આવ તને પુરી કરી જ દેવી છે તેમ કહેતા મહિલા સમજાવવા ગયા હતા પરંતુ પંકજે મહિલાને લાકડી મારી હતી જેથી ઓફિસમાં કામ કરતા અન્ય બે વ્યક્તિઓ બચાવવા વચ્ચે પડતા તેમને પણ ઇજા થઇ હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહિલાએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ચારેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
