યુવક પર સાણસીથી હુમલો કરાયો
કલોલ શહેરમાં દિન પ્રતિદિન મારામારીની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં પૈસાની લેતી દેતી બાબતે યુવાન પર સાણસી વડે હુમલો કરાયો હતો. જેથી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. મારામારીને પગલે સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કલોલ નજીક એક ગામમાં રહેતા મૌનેશ બારોટે શહેર પોલીસ મથકમાં પરાગ દિનેશભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ અને કૈલાસબેન દિનેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અનુસાર મૌનેશે પરાગ પટેલને ઉછીના 15000 આપ્યા હતા. આ 15000 રૂપિયામાંથી પરાગે 12 હજાર પરત આપી દીધેલા અને તેની પાસે 3000 લેવાના નીકળતા હતા. જેથી તેણે ચાંદીનો દોરો આપ્યો હતો. પરાગે બાદમાં પૈસા આપીને દોરો લઇ જશે તેમ જણાવ્યું હતું.
મૌનેશ વખારિયા ચોકડી નજીક મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર પાસે ઉભો હતો ત્યારે દિનેશ પટેલ,પરાગ પટેલ તેમજ કૈલાશબેન પટેલ ત્યાં આવીને મૌનેશ પર ચાંદીના દોરાની ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત ત્રણેયે ગાળો પણ આપી હતી તેમજ ગડદા પાટુનો માર માર્યો હતો. તેમાંથી એક જણે યુવકના માથે સાણસી ફટકારી હતી જેથી ઘાયલને સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
ભારે પડ્યું : પાલિકાએ આ રીતે કર્યો પકોડીની લારીઓ પર રહેલા રગડાનો નાશ
રોગચાળો : અચાનક દોડી આવેલ કલેકટરે ડોકટરો-અધિકારીઓને કેમ ખખડાવ્યા, વાંચો