ATM બદલી ગઠિયો 1.55 લાખ ઉપાડી ગયો
કલોલમાં ATM કાર્ડ બદલીને ફ્રોડ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. કલોલમાં રહેતા રમેશભાઈ બારોટ એસબીઆઈના એટીએમમાં નાણાં ઉપાડવા ગયા હતા તે દરમિયાન પૈસા ના ઉપડતા ગઠિયાએ મદદના બહાને એટીએમ કાર્ડ બદલીને પાછળથી 1.55 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
.સાંજે તેઓ પાલિકા બજારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. પરંતુ તેમાં એરર આવતું હતું. આ સમયે ત્યાં આવી પહોંચેલ અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ લઈને મશીનમાં નાખ્યું હતું.
આ સમયે તેણે રમેશભાઈનો પીન નંબર મેળવીને મશીનમાં એન્ટર કર્યો હતો પણ તેનાથી પૈસા ના ઉપડતા તેણે મશીન ખરાબ હોવાનું કહીને એટીએમ કાર્ડ પરત કરી દીધું હતું.બાદ પૈસા કપાવવાના મેસેજ આવતા માલુમ થયું હતું કે એટીએમમાં મળેલ વ્યક્તિએ તેમનું કાર્ડ બદલીને પૈસા ઉપાડી લીધા છે. જેને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
વેપારી મથક હોવા છતાં કલોલને લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ નહીં
કલોલનાં બજારમાં થતો ટ્રાફિક જામ વેપારીઓ-ગ્રાહકો માટે માથાનો દુઃખાવો
કલોલ પૂર્વ-પશ્ચિમને જોડતો બીજો નવો અંડરબ્રિજ બનાવવા ગૃહમંત્રીને રજુઆત
2 thoughts on “સાવધાન:કલોલમાં ATM કાર્ડ બદલી ગઠિયો 1.55 લાખ રૂપિયા ઉપાડી ગયો”