કલોલમાં એલસીબીએ બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા,16 બાઈક જપ્ત

કલોલમાં એલસીબીએ બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા,16 બાઈક જપ્ત

Share On

કલોલમાં એલસીબીએ બે રીઢા વાહન ચોરને ઝડપી લીધા

કલોલ આસપાસ વાહન ચોરોએ તરખાટ મચાવ્યો છે ત્યારે પોલીસને બે વાહન ચોરને પકડવામાં સફળતા મળી છે.  ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કલોલથી બે વાહન ચોરને ઝડપી લીધા છે જેમાં એક સગીર પણ છે. ગાંધીનગર એલસીબી કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ટમી મળી હતી કે સિંદબાદ બ્રિજ નીચે વાહન ચોર ઉભા છે.

આ બાતમીને આધારે એલસીબીની ટીમ સિંદબાદ પહોંચી હતી.  બાતમી વાળી જગ્યા ઉપર તપાસ કરતા બે ઈસમો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. જેથી આ શંકાસ્પદ વ્યક્તિના  એકટીવા ની ડેકી ચેક કરતાં તેમાંથી  બુલેટની એક અને એક્ટિવાની આઠ જેટલી ચાવીઓ  મળી આવેલ હતી. આ ચાવી ઓ વિશે ઉપરોક્ત બે ઇસમોને પૂછતાં તેઓએ સંતોષકારક જવાબ ન આપતાં કડકાઈથી પૂછવામાં આવ્યું હતું તે દરમિયાન તેમને આ એકટીવા કલોલના અંબિકા સ્ટેન્ડ સામે આવેલા શોપીંગ સેન્ટર થી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો 

આ ચોરોએ અમદાવાદ,કલોલ અને અડાલજથી પણ વાહન ચોર્યા હોવાનું સામે આવ્યું હતું.  જેથી મયુરસિંહ પ્રેમસિંહ રાજપુત (ર.હે.  આનંદપુરા સોસાયટી, સઇજ) તેમજ આ ગુનામાં સંકળાયેલા અન્ય એક કિશોરની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 7 લાખની કિંમતના 16 બાઈક પણ જપ્ત કર્યા હતા તેમજ આગળ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર