જામળામાં કતલખાનું ચલાવી ગૌહત્યા કરતા ચાર શખ્સો ઝડપાયા

જામળામાં કતલખાનું ચલાવી ગૌહત્યા કરતા ચાર શખ્સો ઝડપાયા

Share On

જામળામાં કતલખાનું ચલાવી ગૌહત્યા કરતા ચાર શખ્સો ઝડપાયા

BY પ્રશાંત લેઉવા

 

કલોલ : કલોલ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જામળા ગામમાં ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું હતું. જામળાના ઢાંકણી વાસમાં રહેતો શખ્સ પોતાના ઘરે આસપાસમાંથી નબળી ગાયોને સસ્તી કિંમતે ખરીદી લાવીને અમદાવાદથી માણસો બોલાવીને ગાયોની કતલ કરી તેનું માંસ વેચવાની કામગીરી કરી રહ્યો હતો. જેને પગલે પોલીસે બાતમીને આધારે દરડો પાડીને ચાર શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જામળાનાં ઢાંકણી વાસમાં રહેતો વિઠ્ઠલ ઉર્ફ ભુપત સેનમાનાં ઘરમાં ગૌવંશની કતલ કરાતી હોવાની બાતમી મળી હતી. જેને પગલે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડામાં લાલાભાઈ મણીભાઈ સેનમા, વસીમ કુરેશી,અસફાક બહેલીમ અને મહંમદ રફીક કુરશીને ઝડપી લીધા હતા. જ્યારે વિઠ્ઠલ સેનમા પોલીસના હાથે ચડ્યો નહોતો.

 

પોલીસે ઘટનાસ્થળેથી લોડિંગ રીક્ષા,એક્ટિવા, પીક અપ ડાલું તેમજ મોબાઈલ અને હથિયારો મળીને કુલ 3.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નવ ગાયો, એક બળદ અને વાછરડું ગૌશાળામાં મોકલી આપ્યા હતા.

 

કલોલ સમાચાર