જેલમાંથી છૂટ્યા પછી મેવાણીએ  શું લલકાર કર્યો ? કોર્ટે પોલીસને ઝાટકી 

જેલમાંથી છૂટ્યા પછી મેવાણીએ શું લલકાર કર્યો ? કોર્ટે પોલીસને ઝાટકી 

Share On

જેલમાંથી છૂટ્યા પછી મેવાણીએ શું લલકાર કર્યો ?

જીજ્ઞેશ મેવાણી જેલમાંથી છૂટી ગયા છે. તેઓએ બહાર આવીને ભાજપને બરાબર ઘેરી હતી. ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે શાસક ભાજપે તેમની સામે “મહિલાનો ઉપયોગ કરીને” “કેસ” નોંધીને “કાયરતાપૂર્ણ કૃત્ય” કર્યું છે.

મેવાણીએ કહ્યું, ‘મેં જે ટ્વિટ કર્યું છે તેના પર મને હજુ પણ ગર્વ છે. ટ્વિટમાં, મેં મૂળ વડાપ્રધાનને શાંતિ અને સૌહાર્દ જાળવવા કહ્યું હતું કારણ કે સાંપ્રદાયિકતા વધી રહી છે. ભારતના નાગરિક તરીકે, મને પૂછવાનો અધિકાર છે. ધારાસભ્ય તરીકે આપણી ફરજ શું છે? તે લોકોને શાંતિ જાળવવા વિનંતી કરતો હતો, જે મેં કર્યું.

જીજ્ઞેશ મેવાણીને ફરી જામીન મળ્યાં

આસામના વધુ એક કેસમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને કોર્ટ તરફથી જામીન મળ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણીને એક કેસમાં જામીન મળ્યા બાદ બીજા એક કેસમાં પહેલાં જામીનના દિવસે જ તરત જ ધરપકડ કરવામાં આવી હતી.આવતીકાલે મેવાણી જેલમુક્ત થશે.

મેવાણીની અસમ પોલિસી એક ટ્વિટના કેસમાં ધરપકડ કરી હતી. 25મી એપ્રિલે પીએમ મોદી અને RSS સંબંધિત કેસમાં આસામ કોર્ટે જામીન આપ્યા ના એક જ કલાકમાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ફરી ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર મેવાણીએ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કર્યા બદલ ફરી તેમની ધરપકડ આસામ પોલિસ દ્વારા કરવામાં આવી છે.

જીજ્ઞેશ મેવાણીની અન્ય કયા કેસમાં ધરપકડ કરાઈ ?? આસામમાં પણ થયું મોટું વિરોધ પ્રદર્શન

અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ કથિત ટ્વીટ કરવાને કારણે આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિભિન્ન ધારાઓ અને આઈટી અધિનિયમ હેઠળ કેસ નોંધાયા બાદ 22મી એપ્રિલ, બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરના સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆરમાં તેમણે પોતાના ટ્વીટમાં કથિત રીતે કહ્યું હતું કે, મોદી ‘ગોડસેને ભગવાન માને છે’.

ગુજરાત સમાચાર