જીજ્ઞેશ મેવાણીએ ઓક્સિજન પ્લાન્ટની વડગામને ભેટ
જીજ્ઞેશ મેવાણી ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન મુક્તેશ્વર-કરમાવત ભરવાની કામગીરી માટે પાઇપલાઇન મંજુર કરાવી છે. બીજી તરફ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી વડગામની જનતાને મોટી ભેટ આપી છે.
છાપી નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. મેવાણીએ દાવો કર્યો કે 800 જમ્બો ઓક્સિજન સિલિન્ડરોને રિફિલ કરવા માટે એક દિવસમાં આઠ ઘન ટન ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ રાજ્યનો સૌથી મોટો પ્લાન્ટ છે.આ પ્લાન્ટને કારણે લોકોને ઓક્સિજન માટે વલખા નહીં મારવા પડે.
વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટ જિગ્નેશ મેવાણીને ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે ભંડોળ ભેગું કરવામાં મદદ કરી રહ્યું હતું પરંતુ ચૅરિટી કમિશનરે તેનું ખાતું ફ્રીઝ કરી દીધું હતું. આની પહેલા તેમણે ધારાસભ્યોને દર વર્ષે મળતી દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટને ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે વાપરવા માટે ગુજરાતના સચિવને રજૂઆત કરી હતી.
કલોલ બેઠક પર ઉમેદવાર જાહેર થયા અગાઉ જ ભાજપમાં જૂથવાદના એંધાણ