જીજ્ઞેશ મેવાણી દીવાલ કૂદી સીધા વિધાનસભા પહોંચ્યા
ગુજરાત યુવા કૉંગ્રેસ દ્રારા યુવા સ્વાભિમાન સંમેલન આજે યોજાયું હતું. જોકે યુથ કોંગ્રેસના કાર્યકરો વિધાનસભાના ન ઘુસી જાય તે હેતુથી આગેવાનો અને હોદ્દેદારોની અગાઉથી જ અટકાયત કરી દેવાઈ હતી. બેરોજગારી,પેપર ફૂટવા વગેરેને લઈને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ આ સંમેલનમાં પહોંચ્યા હતા. આગળ પોલીસ હોવાથી તેઓએ મોટી દીવાલ કૂદી હતી. લોકો માટે સતત લડતા રહેતા મેવાણીએ યુવાનો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધત્તા દર્શાવી હતી અને જોખમી દીવાલ કૂદી પોલીસને અંધારામાં રાખી સભા સ્થળે પહોંચી ગયા હતા.ઘણા ઓછા નેતાઓ અને ધારાસભ્યો એવા હોય છે જે સતત પ્રજા સાથે જોડાયેલા રહે છે. જીગ્નેશ મેવાણીએ ચૂંટણી જીત્યા બાદ વિધાનસભા વિસ્તારના ગામડાઓની સતત મુલાકાતો લીધી છે.
સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં ગુજરાત યુથ કોંગ્રેસના ‘યુવા સ્વાભિમાન સંમેલન’ (વિઘાનસભા ઘેરાવ) પહેલાં જ જુદા જુદા જિલ્લામાં યુવક કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.
A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819