ટિકિટ જાહેર થતા કલોલ આપમાં ભંગાણ, લાલી પટેલનું રાજીનામુ

ટિકિટ જાહેર થતા કલોલ આપમાં ભંગાણ, લાલી પટેલનું રાજીનામુ

Share On

આમ આદમી પાર્ટી ના ઉપપ્રમુખ નું રાજીનામું

ટિકિટ જાહેર થતા જ કલોલ આમ આદમી પાર્ટીમાં એક મોટા ભંગાણના સમાચાર સામે આવ્યા છે. અન્ય ઉમેદવારને ટિકિટ આપતા પાર્ટીના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. જેમાં મહિના પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પટેલ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી દ્વારા પાર્ટીને અલવિદા કહીને રાજીનામું આપી દેવામાં આવ્યું છે. ઉપપ્રમુખ દ્વારા એકા- એક રાજીનામું આપી દેવામાં આવતા રાજનીતિમાં ખડભડાટ મચી ગયો છે. રાજીનામું આપવા પાછળનું મુખ્ય કારણ દિલ્હીના એક મંત્રી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન તેમજ અન્ય દેવી દેવતાઓના વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા હિન્દુ સમાજની લાગણી દુભાવવાને કારણે તેમજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા ભારતના વડાપ્રધાન મોદીના માતા વિશે અભદ્ર શબ્દોની ટિપ્પણી કરવા બદલ આ રાજીનામું આપ્યું હોવાનું મુખ્ય તારણ સામે આવ્યું છે.

કલોલ બેઠક માટે ભાજપમાંથી આ 19 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી 

 

કલોલ સમાચાર